જાફરાબાદના એક સોશિયલ મીડિયા ગ્રુપમાં બ્રહ્મ સમાજ અંગે વાંધાજનક અને લાગણી દુભાય તેવી પોસ્ટ વાયરલ થતા સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. ઘટનાને ગંભીરતાથી લઈ બ્રહ્મ સમાજના યુવાનો, આગેવાનો અને સમાજના સભ્યો મોટી સંખ્યામાં જાફરાબાદ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયામાં કોઈપણ સમાજની લાગણીને ઠેસ પહોંચાડતી પોસ્ટથી અશાંતિ અને વૈમનસ્ય ફેલાવાનો ભય રહે છે. બ્રહ્મ સમાજના આગેવાનોએ પોલીસ તંત્રને નિષ્પક્ષ તપાસ કરી દોષિતોને સજા કરવા તેમજ ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા અસરકારક પગલાં ભરવાની માંગ કરી છે. સમાજે શાંતિ અને સૌહાર્દ જાળવવા અપીલ પણ કરી છે.