જાફરાબાદમાં બાળકોના ઝઘડામાં વડીલોમાં બબાલ થઈ હતી અને મહિલાને માથામાં લાકડું મારવામાં આવતાં ટાંકા આવ્યા હતા. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. બનાવ સંદર્ભે જાફરાબાદ સામાકાંઠા રામજી મંદિર પાછળ રહેતા લાખાભાઈ નારણભાઈ સોલંકી (ઉ.વ.૪૦)એ મહેશભાઇ મંગાભાઇ બારૈયા, જેઠીબેન મંગાભાઇ બારૈયા, કાજલબેન મંગાભાઇ બારૈયા, ગીતાબેન મંગાભાઇ બારૈયા તથા આશાબેન મહેશભાઇ બારૈયા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેઓ તથા આરોપીઓ બાજુ-બાજુમાં રહે છે. બન્નેના બાળકોએ રમતા-રમતા ઝઘડો કર્યો હતો. જેનું મનદુઃખ રાખી તેમના પત્ની મધુબેનને ઢીકાપાટુનો માર મારી ગાળો આપતા હતા. જેથી તેઓ વચ્ચે પડતા તેમને લાકડાનો એક ઘા માથામાં મારી હેમરેજ કર્યું હતું. ઉપરાંત તેમને તથા સાહેદને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ.આર.ઝાલા વધુ તપાસ કરી રહ્યા છે.