જાફરાબાદમાં રહેતો રોહિતભાઇ બાંભણીયા નામનો શખ્સ બાઇક પર દારૂની ખેપ મારતી વખતે પોલીસ ઝપટે ચડ્‌યો હતો. આરોપી પાસ પરમીટ વગર ભારતીય બનાવટની વિદેશી દારૂની ૧૨ નંગ પારદર્શક કોથળીઓની ખેપ મારતી વખતે ઝડપાયો હતો.પોલીસે ૧૮૦૦ રૂપિયાની કિંમતનો દારૂ, બાઇક મળી કુલ રૂ.૧૧,૬૫૦નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી. જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ એસ.એલ.જાડેજા વધુ તપાસ કરી રહ્યા છે. રાજુલામાંથી એક શખ્સ કેફી પીણું પીધેલી હાલતમાં સર્પાકાર ટુ વ્હીલર ચલાવતા તથા એક શખ્સ છકડો રિક્ષામાં પતરા ભરીને માણસોની જિંદગી જોખમાય તે રીતે ચલાવતાં મળી આવ્યા હતા.