જાફરાબાદમાં રહેતા એક યુવકે ફટાકડાના ઘા કરવાની ના પાડતાં તેમને ઢીકાપાટુનો મુંઢમાર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. બનાવ અંગે દિનેશભાઈ રમેશભાઈ સોલંકી (ઉ.વ.૩૦)એ હેમાંગભાઈ કરશનભાઈ, સનીબેન કરશનભાઈ, કૃણાલભાઈ, ધ્રુવભાઈ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ કામનાથ મંદિરની પાસે બેઠા હતા. જ્યાં આરોપીઓ તેમની પાસે ફટાકડાના ઘા કરતા હતા. જેથી તેમણે આરોપીઓને ફટાકડાના ઘા કરવાની ના પાડતા સારૂ નહોતું લાગ્યું અને જેમફાવે તેમ ગાળો આપી ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો. તેમજ લાકડાના ધોકા વડે ફટકારી, મુંઢ ઈજા પહોંચાડીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ બી.એમ. વાઘેલા વધુ તપાસ કરી રહ્યા છે.