જાફરાબાદમાં રહેતા એક પ્રૌઢ ઘરેથી કોઈને કહ્યા વગર ક્યાંક જતા રહ્યા હતા. શોધખોળ કરવા છતાં કોઈ ભાળ ન મળતાં પોલીસને જાણ કરાઈ હતી. આ અંગે શૈલેષભાઈ નારણભાઈ બારૈયા (ઉ.વ.૨૪)એ જાહેર કર્યા મુજબ, તેમના પિતા નારણભાઈ નાથાભાઈ બારૈયા પાંચ દિવસ પહેલા ઘરેથી કોઈને કહ્યા વગર ક્યાંક જતા રહ્યા હતા.