જાફરાબાદમાં ખંઢેરા હનુમાનજી મંદિર ખાતે વાઘેલા પરિવાર દ્વારા સ્વ. છનાભાઇ વાઘેલાને શ્રધ્ધાંજલિ અર્થે પ્રજાપતિ સમાજનો પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. આ તકે પૂર્વ સંસદીય સચિવ હીરાભાઇ સોલંકી, ચેતનભાઇ શિયાળ, યોગેશભાઇ બારૈયા, નિલેશભાઇ શિયાળ, સરમણભાઇ બારૈયા, નાનજીભાઇ કિડેચા, મનજીભાઇ ટાંક, ગોકુળભાઇ, નટુભાઇ મસોયા સહિતના આગેવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સમૂહલગ્નને સફળ બનાવ્યા હતા. લગ્નોત્સવમાં ર૩ નવયુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. હીરાભાઇ સોલંકીએ નવયુગલોને લગ્નજીવનની શરૂઆત કરવા અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમનું એન્કરીંગ ત્રિભુવનભાઇ ભુતૈયા દ્વારા કરવામાં આવ્યું હતું.