જાફરાબાદમાં પરશુરામ જયંતીએ ભૂદેવો દ્વારા ભવ્ય શોભાયાત્રા નિકળી હતી. અખાત્રીજના પાવન પ્રસંગે પરશુરામજીની શોભાયાત્રામાં વિ.હિ.પ., બજરંગ દળ, આરએસએસની ટીમ ઉપસ્થિત રહી હતી. બાળ ભૂદેવોએ વેશભૂષા દ્વારા પરશુરામજીના વિવિધ અવતારો વિશેની ઝાંખી કરાવી હતી. શોભાયાત્રામાં જાડાયેલા લોકો માટે પાણી-શરબત-છાશના વિવિધ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. શોભાયાત્રામાં વિવિધ સમાજના આગેવાનોએ સુંદર સહયોગ આપ્યો હતો. જય પરશુરામ અને હર હર મહાદેવના નાદથી શહેરના માર્ગો ગુંજી ઉઠયા હતા.