જાફરાબાદ ખાતે ભુદેવ ગ્રુપ તથા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામ જન્મોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે રામજી મંદિરથી એક ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું, જે શહેરના વિવિધ વિસ્તારો જેવા કે નાના ઉચાણીયા, ગીરીરાજ ચોક, નવી બજાર અને બંદર ચોક થઈ કામનાથ મહાદેવ મંદિરે પહોંચી હતી. આ ઉત્સવમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના સુપુત્ર ભાવેશભાઈ સોલંકી સહિત વિવિધ સમાજના અગ્રણીઓ, વેપારી મંડળો અને હિન્દુ સંગઠનોના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.










































