રાજય સરકાર દ્વારા તાલુકાને સારી સગવડ મળે તે માટે સતત પ્રયત્નશીલ છે. જાફરાબાદ ખાતે નવી મામલતદાર કચેરી મંજૂર થતા ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જાફરાબાદ રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા જાફરાબાદ શહેરની નવી મામલતદાર કચેરી માટે રજૂઆત કરવામાં આવી હતી જે મંજૂર થતા આ વિસ્તારના લોકોમાં આનંદ જોવા મળી રહ્યો છે.