જાફરાબાદમાં પારિવારિક ઝઘડામાં બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. મહિલાઓ સહિત ત્રણ લોકો ઘાયલ થયા હતા. ગીતાબેન લાલજીભાઇ શિયાળ (ઉ.વ.૨૫)એ જીવરાજ જોધાભાઇ, માનસંગ જોધાભાઇ, જીવરાજ વિહાભાઇ, જમકુબેન માનસંગભાઇ, વનીબેન જીવરાજ, વર્ષાબેન જોધાભાઇ, રૂપસંગભાઇ વિરાભાઇ કવાડ તથા રાકેશભાઇ શામજીભાઇ બારૈયા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેમના જેઠ-જેઠાણી વચ્ચે અવાર-નવાર ઝઘડા થતા હતા. જેનું મનદુઃખ રાખી તેમના જેઠાણીના કાકાનાં દીકરાઓએ આવી સાહેદ કાજલબેનને માર મારી શરીરે મુંઢ ઇજા કરી હતી. તેઓ વચ્ચે પડતાં તેમને પેટ ઉપર પાટું માર્યું હતું. ઉપરાંત વાળ ખેંચી ઢસડી મુંઢ ઇજા કરી જતાં રહ્યા હતા. થોડીવાર પછી તમામ આરોપીએ આવી ઢીકાપાટુનો માર મારી મુંઢ ઇજા કરી હતી. આ સમયે સાહેદ કુંવરબેન વચ્ચે પડતાં તેમને માથામાં કપાળના ભાગે લાકડીનો ઘા મારી મુંઢ ઇજા કરી હતી તેમજ ઢીકાપાટુનો મુંઢમાર મારી ઇજા કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.