જાફારાબાદમાં એક યુવક મન્ચુરીયન લેવા ગયો ત્યારે કોઈ છોકરાએ તેની મશ્કરી કરી હતી. જેથી તેણે દાંત શું કામ કાઢે છે કહેતા સારું નહોતું લાગ્યું અને તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પંકજભાઈ જીકાભાઈ સોલંકી (ઉ.વ.૨૬)એ કલ્પેશભાઇ ભગુભાઇ બાંભણીયા, દિનેશભાઇ, રક્ષકભાઇ કાળુભાઇ બાંભણીયા તથા સતીષભાઇ નાનુભાઇ તથા બીજા અન્ય ચાર ઈસમો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ચોપડે જાહેર થયેલી વિગત પ્રમાણે, પંકજભાઈ મન્ચુરીયન લેવા ગયા તે વખતે કોઇ એક અજાણ્યા છોકરાએ તેની મશ્કરી કરી દાંત કાઢ્યા હતા. જેથી તેમણે દાંત શું કામ કાઢો છો તેમ કહેતા સારૂ નહોતું લાગ્યું અને રામકૃપા ગ્રુપના માણસોને બોલાવ્યા હતા. જે બાદ તેને ઢીકાપાટુનો માર મારી મુંઢ ઈજા કરી હતી અને કલ્પેશભાઈએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જે.એમ.ચુડાસમા વધુ તપાસ કરી રહ્યા છે.