તાજેતરમાં જાફરાબાદના દરિયામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ચાર વ્યક્તિઓના પરિવારજનોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવી હતી. પૂજ્ય મોરારીબાપુએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવીને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે. થોડા સમય પહેલાં, અતિભારે વરસાદને કારણે દરિયામાં ફસાયેલા ૧૧ લોકો ગુમ થયા હતા, જેમાંથી ચાર લોકોના મૃતદેહો મળી આવ્યા હતા. મૃતકોમાં દિનેશભાઈ બાબુભાઈ બારીયા, વિનોદભાઈ રાણાભાઇ બારીયા, અને મનસુખભાઈ ભાણાભાઈનો સમાવેશ થાય છે. આ દિવંગતોના પરિવારજનોને મદદરૂપ થવા માટે, દરેક પરિવારને રૂ. ૧૫,૦૦૦ લેખે કુલ રૂ. ૬૦,૦૦૦ની સહાય રાશિ અર્પણ કરવામાં આવી છે. આ સહાયની રકમ ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ, અશ્વિનભાઈ દાણીધારિયાના હસ્તે મૃતકોના પરિવારના બેંક ખાતામાં જમા કરવામાં આવી હતી. આ આર્થિક મદદ અને પ્રાર્થના દ્વારા મૃતકોના પરિવારોને આ મુશ્કેલ સમયમાં થોડી હૂંફ અને હિંમત આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.