અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરમાં નગરપાલિકા ટાઉનહોલ ખાતે તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં અમરેલી, જૂનાગઢ અને ધારી સહિતના વિસ્તારોના કૃષિ વૈજ્ઞાનિકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતોને ખેતી વિશે, ખાસ કરીને ઓર્ગેનિક ખેતી કરવા અંગે, માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે
કૃષિ પ્રદર્શન, પ્રાકૃતિક ખેતી અને અન્ય વિભાગોના સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ ધાન્ય, ઓર્ગેનિક ખાતર અને ઓર્ગેનિક પાકના સ્ટોલ ખેડૂતોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ટીંબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન ચેતનભાઈ શિયાળે જણાવ્યું હતું કે, જાફરાબાદ તાલુકાના બાબરકોટના બાજરાની ગુજરાત સહિત ભારતભરમાં પ્રશંસા થઈ રહી છે.









































