જાફરાબાદ શહેરમાં ટોકીઝ પાછળના વિસ્તારમાં રોડ બનાવવાના વર્ષો જૂના પ્રશ્નોની પાલિકા દ્વારા નિરાકરણની કામગીરી હાથ ધરવામાં આવતા સ્થાનિકોમાં આનંદની લાગણી ફેલાવા પામી છે. શહેરમાં ટોકીઝ પાછળના વિસ્તારમાં વરસાદ પડતાની સાથે રસ્તા પર પાણી ભરાતા આવન જાવન બંધ થઈ જતી અને મકાનોમાં પાણી ભરાવાના કારણે મીઠીવાવ, મોચીવાડા અને જીઈબી રોડની ગટરનું પાણી ત્યાં જમા થતું હતું. જેના કારણે આ વિસ્તારના રહિશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. ત્યારે વર્ષો જૂના આ પ્રશ્નનું નિરાકરણ કરવા પાલિકા પ્રમુખ દ્વારા શહેરના મીઠીવાવ પોલીસ લાઇન વિસ્તારથી આઈસીઆઈસીઆઈ બેંક સુધી દરિયાઈ ગટરને જાડવા માટે અન્ડરગ્રાઉન્ડ મોટા પાઇપ નાખવાની કામગીરી પૂર્ણતાના આરે છે અને ત્યારબાદ રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરી બદલ સ્થાનિકોએ પાલિકા પ્રમુખ સહિત વોર્ડ નં.૧ના સદસ્ય પાચાભાઈ પટેલ, મણીબેન, સંજયભાઈ અને ઇન્દ્દુબેન મકવાણાનો આભાર વ્યક્ત કર્યો હતો.