ભારત-પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત માછીમારી કરવા ગયેલા લોકોને પરત બોલાવી લેવામાં આવ્યા હતા. જાફરાબાદ જેટીથી પોણા નોટીકલ માઈલ દૂર ટેટા પુલ પાસે દરિયામાં ટોકન લીધા વગર માછીમારી કરવા ગયેલા સાત ઈસમો ઝડપાયા હતા. છગનભાઇ નાજાભાઇ શીયાળ ઉ.વ.૩૫ ધંધો ડોઢીયો(બોટ ડ્રાઇવર) રહે.શીયાળબેટ, પ્રવીણભાઇ ભાણજીભાઇ શીયાળ, કિશોરભાઇ બાબુભાઇ બારૈયા, તુલશીભાઇ મગનભાઇ બાભણીયા, દીનેશભાઇ ધીરૂભાઇ શીયાળ, જીગરભાઇ કાનાભાઇ શીયાળ તથા સુરેશભાઇ રાજાભાઇ બારૈયા નામના ઈસમો ટોકન લીધા વગર દરિયામાં IND -GJ-14-MM-૨૯૬ લક્ષ્મી પ્રસાદ નામની બોટમાં ટોકન લીધા વગર ફીંશીગ કરવા જતા પકડાયા હતા.