જાફરાબાદમાં મીઠીવાવ પાસેથી પોલીસે ત્રણ જુગારીને ઝડપી લીધા હતા. તેમની પાસેથી ૧૨૮૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. અજય બાંભણીયા, ભાવેશ બારૈયા, મનીષભાઈ સાંખટ જુગાર રમતા હતા ત્યારે પોલીસે રેઇડ પાડીને પટમાંથી રોકડા ૨૩૦, ત્રણેય આરોપીઓ પાસેથી રોકડા ૧૦૫૦ મળી કુલ ૧૨૮૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યા હતો.