જાફરાબાદ તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ૨૪ ડિસેમ્બરે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ અને આઝાદીકા અમૃત મહોત્સવ નિમિત્તે જાફરાબાદ તાલુકા કાનૂની સેવા સમિતિ તેમજ જાફરાબાદ તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા સંયુક્ત શિબિરનું આયોજન જાફરાબાદ મુકામે કરવામાં આવેલ હતું. જેમાં ગ્રાહકોને મળતા અધિકારો અને તેમના હક્કો વિશે વિશેષ માહિતી ઉદાહરણ સહિત સમજાવવામાં આવી હતી. જેમાં ગ્રાહક જાગૃતિ અને જાગો ગ્રાહક જાગો સંદર્ભ અને સવિસ્તર માહિતી સાથે પેમ્ફલેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.