જાફરાબાદ ખાતે કામનાથ મહાદેવના સાનિધ્યમાં દિવ્ય કાશી, ભવ્ય કાશી કાર્યક્રમ અંતર્ગત અમરેલી જિલ્લાના સહકારી આગેવાન દિલીપભાઇ સંઘાણી અને પૂર્વ સંસદીય સચિવ હીરાભાઇ સોલંકીની ઉપસ્થિતિમાં શંખનાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં બહોળી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકર્તાઓ, આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.