કામધેનુ ગૌ સેવા ટ્રસ્ટ જાફરાબાદ દ્વારા જન્માષ્ટમી લોકમેળાનું આયોજન કરેલ હતું જે મેળા દરમ્યાન તારીખ ૨૭/૦૮/૨૦૨૪ ના રોજ ખારવા સમાજના ગીતાબેન
સુરેશભાઈ બારૈયાના પુત્રનું સોનાનું લોકેટ કિંમત રૂપિયા અંદાજિત ૫૦,૦૦૦ જેવી કિંમતનું લોકેટ ખોવાઈ ગયું હતું. જે લોકેટ કામધેનુ ગૌશાળાના સભ્યને મળ્યું હતું. તે લોકેટ ગીતાબેન સુરેશભાઈ બારૈયાનો સંપર્ક કરી તેઓને પરત કરવામાં આવ્યું હતું.