જાફરાબાદમાં એક યુવકને ગાળો આપીને થપ્પડ મારવામાં આવી હતી. બનાવ અંગે રાજેશભાઈ કાનજીભાઈ ભાલિયા (ઉ.વ.૩૫)એ રાકેશભાઈ હરજીભાઈ બારૈયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, ત્હોમતદારના બનેવીએ તેમના ભાભી સાથે માથાકૂટ કરી હતી. જેનું મનદુખ રાખી તેમને મોઢાના ભાગે થપ્પડ મારી, હોઠે સામાન્ય ઈજા પહોંચાડી હતી. તેમજ ગાળો બોલીને જાનથી મારવાની ધમકી આપી હતી. જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી એલ નાગર વધુ તપાસ કરી રહ્યા છે.