જાફરાબાદ શહેરમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન એક એક્ટિવા સ્કૂટરમાંથી શંકાસ્પદ પશુનું માસ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. પોલીસે આ મામલે માસ અને વાહન કબજે કરી આગળની તપાસ હાથ ધરી હતી. ઘટનાની વિગત મુજબ, જાફરાબાદ લાઈટ હાઉસ રોડ પર આવેલી ફિશરીઝ ઓફિસની સામે પોલીસ તપાસમાં હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થતા એક મરૂન કલરના એક્ટિવા સ્કૂટરને અટકાવી તલાશી લેતા તેમાંથી અંદાજે ૧૬ કિલો શંકાસ્પદ પશુનું માસ મળી આવ્યું હતું. પોલીસે એક્ટિવા સહિત કુલ રૂ. ૨૩,૨૦૦ નો મુદ્દામાલ તપાસ અર્થે જપ્ત કર્યો હતો. આ માંસ કયા પશુનું છે તે જાણવા માટે તેના સેમ્પલ એફએસએલમાં મોકલવાની
તજવીજ હાથ ધરવામાં આવી હતી.