જાફરાબાદમાં રહેતા સંગીતાબેન મનીષભાઈ ચૌહાણ (ઉ.વ.૩૫)એ યશ રાજેશભાઈ બાંભણીયા તથા આકાશ શંકરભાઈ બાંભણીયા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, સંગીતાબેનનો દીકરો તેમના જ વિસ્તારમાં રહેતા કિશોરભાઈની દીકરી સાથે ઈન્સ્ટાગ્રામ પર વાત કરતો હતો. આ વાતની જાણ યુવતીના કાકાના દીકરા તથા બંને આરોપીને થતાં તેમના પુત્રને બોલાવી મુંઢ માર માર્યો હતો. જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી.એલ.નાગર વધુ તપાસ કરી રહ્યા છે.