જાફરાબાદમાં રહેતો એક આધેડ ઘરેથી દુકાને જવા નીકળ્યા બાદ ગુમ થયો હતો. શોધખોળ કરવા છતાં કોઈ ભાળ ન મળતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. પરેશભાઈ રામજીભાઈ બારૈયા (ઉ.વ.૩૩)એ જાહેર કર્યા મુજબ, તેમના પિતા રામજીભાઈ લીંબાભાઈ બારૈયા તા.૨૯/૦૪/૨૦૨૪ ના રોજ પોતાના રહેણાંક મકાનેથી દુકાને જવા નીકળ્યા હતા પરંતુ આજદિન સુધી ઘરે પરત ફર્યા નથી.
જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ.આર.ઝાલા વધુ તપાસ કરી રહ્યા છે.