જાફરાબાદ શહેરમાં આવતી કાલ તા. ૧૪ના રોજ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સહિતના આગેવાનો, સંતો-મહંતોની ઉપસ્થિતિમાં અખીલ ભારતીય કોળી સમાજનું મહાસંમેલન યોજાનાર છે. આ માટેની તૈયારીઓને આખરી ઓપ અપાઇ ગયો છે. સમાજના પ્રમુખ કરણભાઇ પટેલ દ્વારા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્ર અને જિલ્લાભરના કોળી સમાજના લોકો ઉપસ્થિત રહેશે. સમારંભના મુખ્ય મહેમાન તરીકે સી.આર. પાટીલ, રાજ્ય કક્ષાના મંત્રી આર.સી. મકવાણા, સાંસદ નારણભાઇ કાછડીયા, રાજેન્દ્રભાઇ ચુડાસમા, ભારતીબેન શિયાળ, કુંવરજીભાઇ બાવળીયા, કૌશિક વેકરીયા, હીરાભાઇ સોલંકી, ડો. ભરતભાઇ બોઘરા, કોકીલાબેન બારીયા, મંજુલાબેન બાંભણીયા, સરમણભાઇ બારીયા સહિતનાઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવશે. આ મહાસંમેલનમાં ખાસ ઉપસ્થિત રહેવા સમાજના લોકોને નિમંત્રણ પાઠવાયું છે.