જાફરાબાદ તાલુકામાં અખિલ ભારતીય કોળી સમાજની મહત્વપૂર્ણ બેઠક મંગળવારે યોજાઈ હતી. જેમાં કાશ્મીરમાં આતંકી હુમલામાં શહીદ થયેલા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સમાજના પ્રદેશ પ્રમુખ અને રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં બોટાદ, કચ્છ, જામનગર, પોરબંદર અને ગીર સોમનાથ સહિતના જિલ્લાઓના કારોબારી સભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં પ્રદેશ અને જિલ્લા સ્તરના હોદ્દેદારો, મહિલા પાંખ અને કર્મચારી મંડળની નિમણૂકો કરવામાં આવી. હીરાભાઈ સોલંકીએ સ્પષ્ટતા કરી કે આ રાજકીય નહીં પરંતુ સામાજિક બેઠક હતી, જેમાં સમૂહલગ્ન અને સમાજના વિકાસ માટેના આયોજનો અંગે ચર્ચા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રંજનબેન ગોરડ મહામંત્રી- કોળી સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું.