અમરેલી જિલ્લામાં નશો કરીને ફરતાં ઇસમો સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે. જાફરાબાદમાંથી ૪, વાઘણીયા, અમરેલી, રાજુલા, ચાવંડ ગામેથી ૧-૧ મળી કુલ ૮ ઈસમો કેફી પીણું પીને ફરતાં મળી આવ્યા હતા. રાજુલાના ભેરાઈ રોડ ઉપર હીતેષ મોલ પાસેથી તથા ખાંભા ટાઉનમાંથી કેફી પીણું પીને વાહન ચલાવતાં બે ઇસમો ઝડપાયા હતા. મીઠાપુર ગામની
સીમ નાગેશ્રી ખાંભા રોડ સમૂહ ખેતી જાહેર રોડ પરથી દેતડ ગામનો યુવક માણસોની જિંદગી જોખમાય તે રીતે બોલેરો ચલાવતાં મળી આવ્યો હતો.