જાફરાબાદમાંથી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂની ૪ બોટલ ઝડપી પાડી હતી. યશંવતભાઈ નારણભાઈ શીયાળ નામના યુવક પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૪ બોટલ મળી આવી હતી. પોલીસે ૩૪૦ રૂપિયાનો પ્રોહિબીશન મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ટોડા અને રાજુલા ગામેથી બે-બે લીટર પીવાનો દેશી દારૂ મળી આવ્યો હતો. ગોરડકા ગામેથી દેશી દારૂ બનાવવાનો ૧૮૦ લીટર આથો ઝડપાયો હતો. જાફરાબાદ, ડુંગર, નવા પીપરીયા અને અમરેલીમાંથી એક-એક મળી કુલ ચાર ઇસમો કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા. ટીંબી ચેકપોસ્ટ પરથી એક યુવક પીધેલી હાલતમાં વાહન ચલાવતાં ઝડપાયો હતો.