જાફરાબાદ ટાઉનમાં માલુમા વિસ્તારમાં હનુમાન દાદાના મંદિર પાસેથી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો હતો.
રાજુભાઈ ઉર્ફે ચટાક નાનજીભાઈ સાંખટ (ઉ.વ.૩૬)ને ભારતીય બનાવટના વિદેશી દારૂની વિવિધ બ્રાંડની બોટલો સાથે એસઓજી ટીમે ઝડપી પાડ્યો હતો. એસઓજી ટીમે તેની પાસેથી મોબાઇલ, રોકડ રકમ તથા દારૂની બોટલો મળી ૩૦,૦૧૨ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સિવાય ૨૨
લોકો પાસેથી પીવાનો દેશી દારૂ મળ્યો હતો. તેમજ વિવિધ જગ્યાએથી ૪૬ લોકો પાસ પરમીટ વગર કેફી પીણું પીને ફરતી હાલતમાં મળી આવ્યા હતા.