જાફરાબાદની જય તપોવન નામનો બોટના ખલાસી મનુભાઇ ભીખાભાઇ બાંભણીયા ગતરાત્રે કોઇ અગમ્ય કારણોસર જાફરાબાદથી આઠ નોટિકલ માઇલ દૂર બોટમાંથી પડી જતા લાપતા થયા છે ત્યારે તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જાફરાબાદ કોળી સમાજ બોટ એસો. પ્રમુખ હમીરભાઇ સોલંકી દ્વારા આસપાસના બંદરોના બોટ માલિકોને ટેલિફોનીક જાણ કરી ખલાસીની કોઇ ભાળ મળે તો જણાવવા કહેવામાં આવ્યું છે. જાકે, ઘટનાને ર૪ કલાક થયા છતાં ખલાસીની કોઇ ભાળ ન મળતા માછીમારો ચિંતિત બન્યા છે.