જાફરાબાદના વાંઢ ગામે નવી પ્રાથમિક શાળાનું લોકાર્પણ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના હસ્તે શુક્રવારે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય સોલંકીએ ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવી રહેલા વિકાસકામોની પ્રશંસા કરી હતી. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ બાલાભાઈ કોટડીયા, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન કરશનભાઈ ભીલ, અનિરુદ્ધભાઈ વાળા, દીનેશદાદા ત્રિવેદી, કરશનભાઈ પરમાર, તાલુકા વિકાસ અધિકારી સોનાગરા, હિમ્મતભાઈ સોલંકી, ભીમભાઈ વરુ, કનુભાઈ વરુ, દિપુભાઈ ધૂંધળવા, કનુભાઈ ધૂંધળવા, વહાભાઈ પરમાર, મેહુલભાઈ સોલંકી, બાબુભાઈ ગુજરીયા, દિનેશભાઈ કોટિલા, કિશોરભાઈ સોલંકી, સુરેશભાઈ મહિડા, સંજયભાઈ સોલંકી સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ, ગ્રામજનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.