જાફરાબાદ તાલુકાના વઢેરા મુકામે આવેલ પવિત્ર ખારીયા ધામ ખોડિયાર મંદિર તથા ભુતડા દાદા અને વઢવાણા પરિવારના સુરાપુરા દાદાના સાનિધ્યમાં વિશ્વકર્મા મહાપુરાણ કથાનું સાત દિવસ (૧૦-૦૫-૨૦૨૬ થી ૧૬-૦૫-૨૦૨૬) માટેનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કથાની પુનિત વ્યાસપીઠ પર વિશ્વકર્મા ધર્મપ્રચારક અને પુરાણ મર્મજ્ઞ જયંતિભાઈ શાસ્ત્રીજી (રહે. સુરેન્દ્રનગર) બિરાજી સંગીતમય શૈલીમાં ભક્તજનોને કથાનું રસપાન કરાવશે. આ પ્રસંગ પહેલા વઢેરા મુકામે જયંતિભાઈ શાસ્ત્રીજીએ કથા સ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ખારીયા ધામના પૂજારી શૈલેષબાપુ, વઢવાણા શૈલેષભાઈ (વકીલ), નરેશભાઈ મોડાસીયા (વકીલ), વિમલભાઈ વઢવાણા, ગિરીશભાઈ વઢવાણા, મિતેશભાઈ, દાનાભાઈ તથા વઢેરાના ગ્રામવાસીઓ હાજર રહ્યા હતા. તમામ વિશ્વકર્મા વંશજો અને ભક્તજનોને સહપરિવાર મિત્રમંડળ સહ પધારી જ્ઞાનગંગાનું અમૃતપાન કરવા, કથા શ્રવણ, દર્શન, ભજન અને ભોજનનો અમૂલ્ય લ્હાવો લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.