પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકીના જન્મદિને જાફરાબાદના વડલી ગામે આયુષ્યમાનકાર્ડ કેમ્પ યોજાયો હતો. આ તકે જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતનભાઈ શિયાળ, નાજભાઈ બાંભણીયા, ડો. ભાલાળા, તાલુકા યુવા ભાજપ પ્રમુખ કુલદીપભાઈ વરૂ હાજર રહ્યાં હતા. કેમ્પને સફળ બનાવવા સામતભાઈ, હનુભાઈ પરમાર, જસુભાઈ, વિજયભાઈ વગેરે યુવાનોએ જહેમત ઉઠાવી હતી.