જાફરાબાદ તાલુકાના લોર ગામે સમસ્ત કોળી સમાજનો ૧૧મો સમૂહલગ્ન સમારોહ યોજાયો હતો. ૧પ દિકરીઓના આ યોજાયેલા સમૂહલગ્ન સમારોહમાં તમામ દિકરીઓને કરિયાવર આપવામાં આવ્યું હતું. આ તકે મહંત રાજેન્દ્રદાસ બાપુ ડેડાણવાળા, મહંત શામજી બાપુ, રાજ્યમંત્રી આર.સી.મકવાણાના પ્રતિનિધિ આનંદભાઈ, અશોકભાઈ વરૂ, બાબુભાઈ મકવાણા, કરણભાઈ બારૈયા, રમેશભાઈ પરમાર, ચિથરભાઈ શિયાળ, બાલાભાઈ સાંખટ, કાનાભાઈ ડાભી, કાળુભાઇ ગોહિલ, વીર માંધાતા ગ્રુપ, માધાભાઇ મકવાણા, ધર્મેશભાઈ બાંભણિયા, રાહુલ સાંખટ, ભવાનભાઈ જાલોંધરા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.