જાફરાબાદના લોઠપુર ગામે વાડીની ઓરડીમાંથી મગફળી અને બાજરાની ચોરી થઈ હતી. બનાવ અંગે ભાવેશભાઈ વશરામભાઈ મકવાણા (ઉ.વ.૩૫)એ અજાણ્યા ઇસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, ચોરોએ તેમના વાડી ખેતરમાં આવેલી ઓરડીના દરવાજાનું મુખ્ય તાળું તોડી મગફળીની ૩૦ ગુણ, બાજરાની ૬ ગુણની ચોરી કરી હતી.









































