જાફરાબાદના ભાડા ગામમાં રહેતો એક કેદી રાજકોટ મધ્યસ્થ જેલમાં સજા કાપતો હતો.
જ્યાં જામીન પર છુટ્યા બાદ ફરાર થઈ ગયો હતો. લખમણ ઉર્ફે લખા હમીરભાઈ વાઘેલા તા.૨૪-૦૬-૨૦૨૫થી ૧૦ દિવસના જામીન પર રાજકોટ મધ્યસ્થ જેલમાંથી છૂટ્યો હતો. નિયત તારીખે હાજર થવાના બદલે તે ફરાર થઈ ગયો હતો. નાગેશ્રી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે.બી. શીયાળ વધુ તપાસ કરી રહ્યા છે.







































