જાફરાબાદ તાલુકાના ભાકોદર ગામ ખાતે સરકાર દ્વારા જીએમબી માટે જગ્યા ફાળવવામાં આવેલ હતી, તેના ઉપર ગામલોકો દ્વારા ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું હતું. અમરેલી કલેકટરના આદેશ અનુસાર ગઈકાલે ભાકોદર ગ્રામ પંચાયત દ્વારા જાફરાબાદના ટીડીઓ વિજય સોનગરાના માર્ગદર્શન હેઠળ આ ગૌચરમાં થયેલ દબાણ દૂર કરાયું હતું. ગ્રામ પંચાયતને સાથે રાખીને ૧૪ જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જેમાં તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીનો સ્ટાફ તેમજ જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટાફ સાથે હાજર રહી આ દબાણ દૂર કરાવ્યું હતું.