ભગવાનની મૂર્તિ સાથે વિશાળ શોભાયાત્રા નિકળી હતી અને ત્યારબાદ મૂર્તિઓને જલાભિષેક કરવામાં આવ્યો હતો. ત્રણ દિવસ ચાલનાર આ મહાયજ્ઞમાં સાધુ-સંતો તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે. આ ધાર્મિક કાર્યક્રમમાં બલાણા વિશ્વ હિન્દુ પરિષદ તેમજ જાફરાબાદ શહેરના વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળના કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહી શોભાયાત્રામાં ભાગ લીધો હતો. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભવ્ય સંતવાણી લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યુ હતું.