જાફરાબાદ તાલુકાના બલાણામાં ૪ દિવસ પહેલા નજીવી બાબતમાં થયેલ માથાકૂટનો બનાવ હત્યામાં તબદીલ થતા ચકચાર મચી જવા પામી છે. ગટરના પાણી મામલે ઝઘડો થયો હતો, જેમાં બે શખ્સો દ્વારા ભાનુબેન બારૈયા નામની મહિલાના માથાના ભાગે લાકડું મારવામાં આવતા તેણીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આજે સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજતા મૃતકના પતિ દ્વારા જાફરાબાદ મરીન પોલીસ મથકમાં બે ઇસમો સામે હત્યાની ફરિયાદ નોંધાવવામાં
આવી હતી.