જાફરાબાદના ફાચરીયા ગામેથી પ્રૌઢ કોઈને કહ્યા વગર ઘરેથી જતા રહ્યા હતા. જેને લઈ તેમના પુત્રએ પોલીસને જાણ કરી હતી. ફાચરિયા ગામ રહેતા રામજીભાઈ બેચરભાઈ મહિડા (ઉ.વ.૩૯)એ જાહેર કર્યા મુજબ તેમના પિતા બેચરભાઈ કાળાભાઈ મહિડા (ઉ.વ.૬૫) ૨૨/૧૧/૨૦૨૧ ના રોજ કોઇને કહ્યા વગર ઘરેથી જતા રહ્યા હતા અનેઆજદિન સુધી પરત ફર્યા નથી. નાગેશ્રી પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ એ.આઈ. કથીરી વધુ તપાસ કરી રહ્યા છે.