જાફરાબાદ તાલુકાના પાટી માણસા ગામે અમરેલી જિલ્લા યુવા ભાજપ દ્વારા આયુષ્યમાન કાર્ડના કેમ્પનું આયોજન કરાયું હતું. આ તકે જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતનભાઈ શિયાળ, દેવજીભાઈ પડસાળા, દિનેશદાદા, કુલદિપભાઈ વરૂ, બટુકભાઈ બાંભણીયા, દિનેશભાઈ શેખડા, રઘુવીરભાઈ વરૂ, કાનજીભાઈ જાગદીયા સહિત ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.