અમરેલી,તા.૯
ભાવનગર-સોમનાથ હાઈવે પર જાફરાબાદના નાગેશ્રી ગામ નજીક કાર ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી.
કાર પલટી મારી ગયા બાદ છકડો રીક્ષા અને આખલાને ટક્કર મારી હતી. જેના કારણે કારમાં સવાર ૪ લોકોને ઈજા પહોંચી હતી. નાગેશ્રી પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.