જાફરાબાદના ધોળાદ્રી ગામે પાણીના પ્રવાહમાં લાપતા થયેલ ખેડૂતનો મૃતદેહ આજે મળી આવ્યો હતો. રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પણ લાપતા થયેલ ખેડૂતની શોધખોળમાં જોડાયા હતા. બે દિવસ પહેલા ધોળાદ્રી ગામના ખેડૂત જાદવભાઈ રાઠોડ (ઉ.વ. ૫૫) ખેતર ગયા બાદ લાપતા થયેલ હતા. છેલ્લા બે દિવસથી એનડીઆરએફની ટીમ દ્વારા આ ખેડૂતની સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી.