જાફરાબાદ શહેરના લાઈટ હાઉસ વિસ્તારના દરિયાકાંઠે દીપડાની લટાર જોવા મળી હતી. આ ઉપરાંત રાજુલાના કોવાયા ગામ નજીક એક સિમેન્ટની કંપનીની કોલોનીમાં સિંહ જોવા મળ્યો હતો. આ સિંહે એક પશુનું મારણ પણ કર્યુ હતું. વન્યપ્રાણીઓની લટારને પગલે લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો. જાફરાબાદના દરિયાકાંઠે દીપડાની લટારના દૃશ્યો કેમેરામાં કેદ થયા હતા. જેમાં દીપડો દરિયાકાંઠાની મજા માણતો હોય તેવું જોવા
મળ્યું હતું.