જાફરાબાદના તપોવન ટેકરી ખાતેના તપસી બાપુના આશ્રમે રવિવારે ટીબી રોગ નિદાન કેમ્પ યોજાયો હતો. આ ટીબી રોગ નિદાન સ્ક્રિનીંગ કેમ્પનું આયોજન તાલુકા હેલ્થ ઓફિસર ટાંકના માર્ગદર્શન મુજબ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ટીબી રોગ માટે ફ્રીમાં તપાસ તેમજ ટીબી રોગ માટે સાવચેતી, અટકાયતી પગલાં માટે સંપૂર્ણ જાણકારી તાલુકા સુપરવાઈઝર સંદીપભાઇ જોશી દ્વારા આપવામાં આવેલ હતી.
આ કેમ્પમાં આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસર વાઘ, આરોગ્ય કર્મચારી રણછોડભાઈ હાજર રહ્યા હતા.