ટીંબી માર્કેટિંગ યાર્ડ ખાતે પૂર્વ સંસદીય સચિવ હીરાભાઇ સોલંકીએ ટેકાના ભાવે મગફળીની ખરીદીનો શુભારંભ કરાવ્યો હતો. અગાઉ અહીંના ખેડૂતોને પોતાની જણસો કપાસ, મગફળી, બાજરી, વિગેરેનું વેચાણ કરવા રાજુલા માર્કેટિંગ યાર્ડ ખાતે જવું પડતું હતું. જ્યારે હવે અહીં જ પોતાની જણસો વેચી શકાતા ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી જવા પામી છે. આજે હીરાભાઇ સોલંકી, ટીંબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન ચેતનભાઇ શિયાળ, ગૌતમભાઇ વરૂ, મનુભાઇ વાંજા અને આગેવાનોને પેંડા ખવરાવી ટેકાના ભાવે મગફળી ખરીદીનો શુભારંભ કરાયો હતો.