જાફરાબાદ તાલુકાના ટીંબી-માણસા-નિંગાળા રોડ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૩ કરોડ જેવી માતબર રકમ મંજૂર કરવામાં આવી છે ત્યારે આજે પૂર્વ સંસદીય સચિવ હીરાભાઇ સોલંકી સહિતના ભાજપ આગેવાનોના હસ્તે આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્ત પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ નાજભાઇ, તાલુકા ભાજપ પ્રમુખ દિનેશભાઇ, જિલ્લા પંચાયત સદસ્ય દેવજીભાઇ પડશાળા, તાલુકા યુવા ભાજપ પ્રમુખ કુલદીપભાઇ વરૂ, મનુભાઇ વાંજા, ડો. ભાલાળા, કલ્પેશભાઇ ચાવડા, સરપંચ રમેશભાઇ, માણસા સરપંચ દિનેશભાઇ, લોરના સરપંચ અશોકભાઇ, મનુભાઇ, તુષારભાઇ, પાંચાભાઇ બાંભણીયા, યશભાઇ, સામતભાઇ પરમાર, ધનસુખભાઇ સહિતના સરપંચો તથા ભાજપ આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.