મૃતક તેના મિત્ર સાથે દીવથી પરત ફરી રહ્યો હતો

નાગેશ્રી, તા.૬
અમરેલી જિલ્લામાં રખડતાં પશુઓનો આતંક છાસવારે સામે આવે છે. જાફરાબાદના ટીંબી ગામે ઉદય પેટ્રોલપંપની સામે નેશનલ હાઇવે પર બે સાંઢ બાધતા હતા ત્યારે બાઇક સાથે અથડાતાં એક યુવકનું પટકાવાથી ગંભીર ઈજા થવાથી મોત નિપજ્યું હતું. બનાવ અંગે લક્ષ્મીબેન ઉર્ફે લખીબેન સોમાતભાઈ બાંભણીયા (ઉ.વ.૬૫)એ જાહેર કર્યા મુજબ, તેમનો પુત્ર ગોવિંદભાઈ ઉર્ફે ટીણો તથા તેમના ગામના મનસુખભાઈ મુળુભાઈ સાંખટ બાઇક લઇને દીવ ફરવા ગયા હતા અને ત્યાંથી ઘરે પરત આવતા હતા ત્યારે ટીંબી ગામે ઉદય પેટ્રોલપંપની સામે નેશનલ હાઇવે રોડ પર ખૂંટીયા બાધતા બાધતા આવી ચડ્‌યા હતા. જેમાંથી એક ખૂંટીયો તેમના બાઇક સાથે ભટકાતાં તે રોડ પર પટકાયા હતા. જેમાં તેમના પુત્રને શરીરે નાની મોટી તથા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. નાગેશ્રી પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી.વી. પલાસ વધુ
તપાસ કરી રહ્યા છે.