જાફરાબાદના મામલતદાર એમબી લકુમ દ્વારા ૨૨ જુનના રોજ ટીંબીથી વાકિયા તરફના રૂપેણ નદીના પટમાં થઇ રહેલી ખનીજ ચોરી પકડાવામાં આવી હતી. મામલતદારની ટીમે ખનીજ ચોરી કરી રહેલ ઈસમો ઉપર ત્રાટકીને એક જેસીબ, એક ટ્રેક્ટર ટ્રોલી, ત્રણ બાઈક અને ત્રણ શંકાસ્પદ ઈસમોને ઝડપી પાડેલ હતા. પલાયન થયેલ વાહન ચાલકો અને માલિકોની શોધખોળ માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.