જાફરાબાદના ચિત્રાસર ગામે રહેતા વાડી ખેતરના રસ્તા મુદ્દે કુટુંબીજનોમાં થયેલી બોલાચાલીમાં એક યુવકને માથામાં પાણી ભરવાનો હાંડો મારવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે હિંમતભાઈ બચુભાઈ બાંભણીયાએ ભાવેશભાઈ ભુપતભાઈ બાંભણીયા, રાજેશભાઈ ભુપતભાઈ બાંભણીયા સહિત સાત લોકો સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના બા-બાપુજીને ભાવેશભાઈ સાથે વાડી ખેતરના રસ્તા મુદ્દે બોલાચાલી થઈ હતી. જે બાબતનું મનદુઃખ રાખી જેમ ફાવે તેમ ગાળો આપી હાથમાં પહેરવાના કડા વડે તથા પાણી ભરવા હાંડા વડે માથાના ભાગે માર માર્યો હતો. ઉપરાંત અન્ય આરોપીએ પકડીને પછાડી દીધો હતો. તેમજ મુંઢમાર માર્યો હતો.