એક કહેવત છે કે મન હોય તો માળવે જવાય આ જ કહેવતને જાફરાબાદના ખારવા સમાજના યુવકે સાર્થક કરી છે. જાફરાબાદમા રહેતા ખારવા સમાજના એક યુવકે સાયકલ પર કેદારનાથ સુધીની ૧૬૦૦ કિમીની યાત્રા પૂર્ણ કરી છે. આ યુવક જાફરાબાદથી નીકળી ૨૨મા દિવસે કેદારનાથ પહોંચ્યો હતો. તેમની આસ્થા અને સાહસને આ વિસ્તારના લોકોએ બિરદાવી હતી. લોકો ટ્રેન, બસ કે હેલિકોપ્ટર મારફત કેદારનાથની યાત્રા કરતા હોય છે. પરંતુ જાફરાબાદમા રહેતા ખારવા સમાજના આશિષ સોલંકીએ તો સાયકલ પર ૧૬૦૦ કિ.મીની કેદારનાથ સુધીની યાત્રા પૂર્ણ કરી છે. ધારાસભ્ય હિરાભાઇ સોલંકીએ આ યુવકની પ્રસંશા કરી હતી. તેમણે જણાવ્યું હતુ કે જાફરાબાદના લોકો સાહસિક હોય છે. તેનુ આ ઉદાહરણ છે. આશિષ સોલંકીએ સાયકલ પર નીકળી આ યાત્રા કરી તે આ વિસ્તાર માટે ગર્વની વાત છે.